નવી દિલ્હી: વૈશ્વિક સ્તર પર કહેર વર્તાવી રહેલા કોરોના સંકટ (Corona Virus) ના કારણે આ વર્ષે ગણતંત્ર દિવસ પર કોઈ પણ વિદેશી મહેમાનને આમંત્રિત ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આ જાણકારી અપાઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 'કોવિડ-19ની વૈશ્વિક સ્થિતિના કારણે એવો નિર્ણય લેવાયો છે કે આ વર્ષે ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ પણ વિદેશી રાષ્ટ્ર પ્રમુખ, મુખ્ય અતિથિ તરીકે નહીં હોય.' આ અગાઉ 1966માં એવું બન્યું હતું કે જ્યારે ગણતંત્ર દિવસનો ઉત્સવ કોઈ પણ મુખ્ય અતિથિ વગર ઉજવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલ્લી પગે આવે છે મોત! RWA પ્રેસિડેન્ટની ધોળે દિવસે હત્યાની ઘટના CCTVમાં કેદ, હચમચાવી નાખે તેવો VIDEO


અત્રે જણાવવાનું કે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન આ વર્ષ ગણતંત્ર દિવસના અવસરે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત હતા. પરંતુ ત્યારબાદ તેમણે પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો. બોરિસ જ્હોન્સને બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનના કહેરના પગલે ભારત પ્રવાસ રદ કરી નાખ્યો હતો. ગણતંત્ર દિવસ પર ન આવવા બદલ બોરિસ જ્હોન્સને પોતાના નિર્ણય અંગે ખેદ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી મોદી સાથે વાત કરી અને ભારત ન આવી શકવા બદલ ખેદ વ્યક્ત કર્યો. પીએમ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે જે ગતિથી બ્રિટનમાં નવો કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે, તેમના માટે બ્રિટનમાં રહેવું મહત્વપૂર્ણ છે. જેથી કરીને વાયરસની ઘરેલુ પ્રતિક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. 


દેશના પહેલવહેલા સાંસદ...જેઓ સમગ્ર પરિવાર સાથે મૂકાવશે COVID-19 રસી


આવું ચોથીવાર બનશે કે જ્યારે ભારતીય ગણતંત્ર દિવસ સમારોહમાં કોઈ પણ ચીફ ગેસ્ટ નહીં હોય. આ અગાઉ 1952, 1953, 1966માં આવું બની ચૂક્યું છે. અનેકવાર એવું પણ બન્યું કે જ્યારે દેશના ગણતંત્ર દિવસ પર બે-બે અતિથિઓ સામેલ થયા. વર્ષ 1956, 1968, અને 1974માં બે-બે અતિથિઓ સામેલ થયા હતા. જ્યારે વર્ષ 2018માં 10 એશિયાઈ દેશોના પ્રમુખ ગેસ્ટ તરીકે ભારતીય ગણતંત્ર દિવસ સમારોહમાં સામેલ થયા હતા. પહેલીવાર એવું બન્યું હતું કે જ્યારે આટલા દેશના નેતાઓ 26 જાન્યુઆરીની પરેડમાં સામેલ થયા હતા. 


કોરોના પ્રોટોકોલ સાથે જ મનાવવામાં આવશે ગણતંત્ર દિવસ
કોરોના સંક્રમણને જોતા 26 જાન્યુઆરીનો કાર્યક્રમ પણ સાદગી અને કોરોના પ્રોટોકોલ  સાથે જ ઉજવવામાં આવશે. કોરોનાનો નવો સ્ટ્રેન ભારતમાં પણ ચિંતા વધારી રહ્યો છે. બ્રિટનમાં સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. રોજના સંક્રમણના આંકડા અને મોતની સંખ્યા ગત રેકોર્ડથી ઘણી ઉપર જતી રહી છે. આ જ કારણ છે કે રસીકરણ શરૂ થવા છતાં બ્રિટનમાં ત્રીજીવાર લોકડાઉન લગાવવાનો વારો આવ્યો છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube